ભાવનગર શહેરમાં એક અસ્થિર મગજના યુવાને રોડ પર પાર્ક કરેલી 5 થી 6 કારના કાચ તોડ્યા, તેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ…

Published on: 3:12 pm, Mon, 6 December 21

ભાવનગર શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં એક અસ્થિર મગજના યુવાને ભારે હોબાળો મચાવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક અસ્થિર મગજના યુવાને રસ્તા પર પાર્ક કરેલી 5 થી 6 કારના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે આસપાસના સ્થાનિક લોકોએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવકે તેમના પર પણ પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અસ્થિર મગજના યુવાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ભાવનગર શહેરના વાધાવાડી વિસ્તારમાં હિલડ્રાઈવ સોસાયટીમાં આજરોજ વહેલી સવારે બની હતી.

સવારના પોરમાં આજરોજ સોસાયટીમાં પાર્ક કરેલી 5 થી 6 કારના કાચ અસ્થિર મગજના યુવાને તોડી નાખ્યા હતા. જ્યારે સોસાયટીના લોકોએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવકે તેમના પર પણ પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક રહેવાસી એક મહિલાએ જણાવ્યું કે અસ્થિર મગજના યુવાને પાઈપ વડે પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે અમારી સોસાયટીના લોકોએ યુવાનને રોકવાનો પ્રયાસ કર્યો.

ત્યારે તે યુવાને પાઇપ વડે અમારા પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમે આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ભાવનગર શહેરમાં એક અસ્થિર મગજના યુવાને રોડ પર પાર્ક કરેલી 5 થી 6 કારના કાચ તોડ્યા, તેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ…"

Leave a comment

Your email address will not be published.


*