સલામ છે આ દીકરીઓને,જુના કપડા માંથી નવા કપડાં બનાવી ગરીબ બાળકોના શરીરને ઢાંકે છે આ લક્ષ્મી અવતાર દીકરીઓ

429

ગરીબીના કારણે ગરીબ લોકોને શિયાળાની સિઝનમાં પૂરા કપડાં પણ પહેરવા મળતા નથી જ્યારે શિયાળાની સિઝનમાં ધનવાન લોકો પોતાના ઘરમાં હીટર લગાવીને મોંઘા ધાબળા ઓઢીને ફરતા હોય છે ત્યારે રસ્તા પર ગરીબ બાળકો પાસે શરીર ઢાંકવાના પણ પૈસા હોતા નથી.

આજે અમે તમને એક એવી મહિલાઓ વિશે જણાવીશું જે ફેંકી દીધેલા અથવા જુના કપડા માંથી કપડા સીવે છે અને ગરીબ બાળકોને આપે છે.રીતુ સિંહ નામની આ મહિલા એક બુટિક માં જે પણ લોકો કપડા સીવડાવવા આવતા હતા. તેમાંથી વધેલું જે કાપડ છે તેને ફેંકી દેવામાં આવતું હતું.

એક દિવસ રીતુ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે એને જોયું કે રસ્તા પર ગરીબ બાળકો ફરી રહ્યા છે અને તેમની પાસે પહેરવા માટે પૂરતાં કપડાં પણ નથી.આ જોઇને રીતુ ને ખૂબ દયા આવી અને બીજા દિવસે વધેલા કાપડ માંથી તેને કપડાં બનાવ્યા અને ગરીબ બાળકોને વેચતી હતી.

રીતુ એ આ સિલસિલો ચાલુ રાખ્યો અને ધીરે ધીરે તે ગરીબ બાળકો પાસે રેગ્યુલર જઈને તેમની વચ્ચે ખુશીઓ નો દીવો પ્રગટાવતી ગઈ. અનાથ આશ્રમમાં જઈને પણ રીતુ કપડાં આપે છે. આવા ગરીબ અને નિરાધાર લોકોને જોઈને રીતુ માં દયાની ભાવના જાગી અને ત્યારથી તેને કામ કરવાની શરૂઆત કરી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!