અમરેલીમાં ભારે પવન વચ્ચે દરિયાકાંઠે આવેલા શિવ મંદિરમાં એક સાથે 5 સાવજ આવી પહોંચ્યા…જુઓ આ અદભુત વિડીયો…

Published on: 2:32 pm, Sun, 11 June 23

Rajula, lion family Viral video: સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં વન વિભાગની બેદરકારીને કારણે જંગલના પશુઓ ગામમાં કે શહેરોમાં આવી પહોંચે છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં બિપોરજોય વાવાઝોડાની(Biporjoy storm) દહેશથ વચ્ચે રાજુલાના(Rajula) દરિયા કાંઠે સિંહ પરિવાર(lion family Viral video) પહોંચતા વહીવટી તંત્ર અને વન વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે સિંહોનું સુરક્ષાનું ધ્યાન રાખતું વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા નજીક દરિયાકાંઠે આવેલા શિવ મંદિર પરિસરમા પહોંચેલા સિંહ પરિવાર નો વિડીયો વાયરલ થયો છે.

અમરેલી જિલ્લાને સિંહ નું ઘર મનાઈ છે અને સિંહ અહીં ઠેર ઠેર આટા ફેરા મારતા નજરે પડે છે. ઘણીવાર સિંહોના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, આ વચ્ચે ફરી એક વાર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સિંહો નું ટોળું દરિયાકાંઠે આવેલા શિવ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે,

આ વિડીયો અમરેલી જિલ્લાના રાજુલાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા શિવ મંદિરના પરિસરમાં સિંહ પરિવાર પહોંચ્યો હતો. વીડિયોમાં મંદિર પરિસરમાં એક વૃક્ષ નીચે સિંહ પરિવારને બેઠેલો જોઈ શકાય છે.

કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા આ વીડિયોને ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. વન વિભાગની બેદરકારીને કારણે સિંહ પરિવાર મંદિરમાં જોવા મળ્યો છે, જેના કારણે વન્યજીવોની સુરક્ષામાં ગંભીર બેદરકારી છે તેવું જોવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમરેલીમાં ભારે પવન વચ્ચે દરિયાકાંઠે આવેલા શિવ મંદિરમાં એક સાથે 5 સાવજ આવી પહોંચ્યા…જુઓ આ અદભુત વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*