રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદની જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. ત્યારે આજરોજ અમદાવાદમાં એક વૃદ્ધે રેલવે ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર શહેરના પૂર્વ વિસ્તારમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ દિવસ ટૂંકાવવાની ઘટનાઓ બની છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આજરોજ વહેલી સવારે દક્ષિણ ગુરુથી રેલવે ઓવરબ્રિજ પરથી એક છલાંગ લગાવી હતી.
મળતી માહિતી અનુસાર વૃદ્ધનું મૃતદેહ રેલવેના પાટા પરથી મળી આવ્યું હતું. પાટા પર પડેલા મૃતદેહને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રાથમિક કારણોસર જાણવા મળ્યું કે વૃદ્ધે પારિવારિક તકરારના કારણે પોતાનું જીવન ટુંકાવ્યું છે તેવી આશંકાઓ લગાવવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જીવન ટૂંકાવવાના બનાવ સામે આવ્યા છે. જેમાં બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
અને એક વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સૈજપુર, વસ્ત્રાલ અને નરોડા વિસ્તારની આ ઘટનાઓમાં બે આધેડ અને એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!