હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી છે. દિવાળીના તહેવારો દરમિયાન બેવડી ઋતુનો અહેસાસ થશે. આગામી બે દિવસ દરમિયાન તાપમાન હજી પણ યથાવત્ રહેશે તો ત્યારબાદ પવનની દિશા બદલાશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે ને ખાસ કરીને મોડી રાતે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઈ રહી છે.
બેવડી સિઝનના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી શકે છે તો આ વખતે પણ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડવાની વકી છે.અમદાવાદ શહેરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી,વડોદરામાં 21 ડિગ્રી, રાજકોટમાં 28 ડિગ્રી, અરવલ્લીમાં 20 ડિગ્રી, પંચમહાલમાં 19 ડિગ્રી, પાટણમાં 19 ડિગ્રી, સાબરકાંઠામાં 18 ડિગ્રી, કચ્છમાં 20 ડિગ્રી. આ શહેરમાં ઠંડીનો ચમકારો થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!