સમાચાર

અમદાવાદમાં ઘોડિયામાં સૂતેલા બાળકને કુતરાઓનું ટોળું ઉપાડી ગયું, પછી કુતરાઓએ બાળકની એવી હાલત કરી કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક બનાવો ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૈયુ કંપી ઉઠે છે. આજકાલ રોડે રખડતા કૂતરાઓ અનેક લોકોના જીવ લઈ રહ્યા છે. ખાસ કરીને અનેકવાર બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને ભૂખ્યા વરૂની જેમ તૂટી પડે છે. હાલમાં જ આવો એક બનાવો અમદાવાદમાં સામે આવ્યો છે,

આ બનાવ અંગે વધુ વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર ગંભીર ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે, ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને ચાર જેટલા કુતરાઓ ઉચકીને તેને બચકા ભરી લીધા હતા.

સ્થાનિક લોકો જોઈ જતા તાત્કાલિક તેવો દોડીયા હતા અને બાળકને કૂતરાઓના મુખમાંથી છોડાવ્યું હતું. પગના અને કમરના ભાગે બાળકને બચકા અને નખ વાગતા તે ઇજાગ્રસ્ત થયું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટનાના પગલે જાણવા મળ્યું હતું કે મજૂરી કરતા પરિવારનું નાનું બાળક ઘોડિયામાં સૂતું હતું. ત્યારે અચાનક બેથી ત્રણ કુતરાઓ આવ્યા અને કુતરાઓ બાળકને ઘોડિયામાંથી બહાર કાઢીને લઈ ગયા હતા. કુતરાઓએ તેને શરીરના ભાગે બચકા ભર્યા હતા,જેના કારણે બાળક ઈચ્છા ગ્રસ્ત થયું હતું.

પરંતુ સ્થાનિક લોકો જોઈ જતા તેઓ તાત્કાલિક દોડિયા હતા અને કૂતરાને ભગાડી બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. હાલમાં બાળક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ કુતરા ના ત્રાસના કારણે જ્યારે પણ કોઈ ફરિયાદ આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ટીમ ત્યાં જાય છે.

પરંતુ ટીમ ત્યાં જઈને ખસીકરણ કરી અને ત્યાંથી પરત આવી જાય છે, પરંતુ જે કૂતરાને પકડીને અન્ય વિસ્તારમાં છોડવાની કામગીરી કરવાની હોય છે તે કરવામાં આવતી નથી. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે અને અનેક લોકોના જીવ જાય પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *