સાવ નાની એવી વાતમાં પિતાના મોટાભાઈએ ભત્રીજાના પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 6:15 pm, Sat, 25 February 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે અમુક વખત એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં પરિવારના સભ્યો નાની નાની બાબતમાં એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે અને ગુસ્સામાં ન કરવાની વસ્તુ કરીને બેસતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાવ નાની એવી બાબતમાં થયેલી માથાકૂટ ના કારણે પિતાના મોટાભાઈ એ પોતાના ભત્રીજા ઉપર ગોળીઓ ચલાવી હતી. જેના કારણે ભત્રીજાના પ્રાઇવેટ ઉપર ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે થઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

હાલમાં ભત્રીજાની હાલત નાજુક છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટના રાજસ્થાનના અજમેરમાં ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી. પોલીસે વીડિયોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કર્યો હતો ગુરૂવારના રોજ સાંજના સમયે 35 વર્ષના હમીદ કાઠાતે તેના મોટા પપ્પાના ખેતરમાંથી ટ્રોલીમાં માટી ભરતા જોયા હતા.

જેથી હમીદ તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો અને પોતાના મોટા પપ્પાને ખેતરમાંથી માટી કાઢવાનીના પાડી હતી. આટલું કહેતા જ મોટા પપ્પાએ પોતાની પાસે રહેલી બંદૂક બહાર કાઢીને પોતાના ભત્રીજા સામે તાકી દીધી હતી. હમીદને લાગ્યું કે તેના મોટા પપ્પા મજાક કરી રહ્યા છે. જેથી તેને પોતાના મોટા પપ્પાને ઉશ્કેરીયા હતા.

આ દરમિયાન હમીદે પોતાનો મોબાઈલ બહાર કાઢીને પોતાના મોટા પપ્પાનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા મોટા પપ્પાએ સાચું માં પોતાના ભત્રીજા ઉપર ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનામાં ગોળી હમીદના પ્રાઇવેટ પાર્ટ ઉપર વાગી હતી. આરોપી મોટા પપ્પા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા હમીદને તેના કાકા અને ભાઈઓ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યોએ આરોપીની પકડવાની માંગ કરી છે અને પોલીસે વિડીયોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ નાની એવી વાતમાં પિતાના મોટાભાઈએ ભત્રીજાના પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*