મહત્વના સમાચાર : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ રાજકારણમાંથી સન્યાસ લેવાના આપ્યા સંકેતો

251

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે રાજકીય સંન્યાસ લેવા ના સંકેતો આપ્યા છે. છીદવાડામાં તેમને પોતાના સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે હવે તેઓ આરામ કરવા માટે તૈયાર છે.તેમને કહ્યું કોઈ મહત્વકાંક્ષા અથવા કોઈ પદ માટે કોઈ લાલચ નથી. રેલીમાં સમર્થકોની સાથે કમલનાથે કહ્યું કે હું આરામ કરવા માટે તૈયાર છું. મારી કોઈ મહત્વકાંક્ષા નથી અને કોઈ પણ માટે કોઈ લાલચ નથી.

મે પહેલાથી જ બધું મેળવી લીધું છે. હું ઘરે રહેવા માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે કમલનાથ નું નિવેદન એવા સમયે સામે આવ્યું છે,જયારે હાલમાં જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.કમલનાથ લગાવવામાં આવી રહી છે.

અને તેઓ પોતાના નિવેદનથી પોતાનું પદ છોડવાની વાત કરી રહ્યા છે કે રાજકારણમાંથી સન્યાસ લેવા ના સંકેતો આપી રહ્યા છે જેના પર બધાનું ધ્યાન છે.

પહેલા કમલનાથે મધ્યપ્રદેશમાં સતાં ગુમાવી પડી અને બાદમાં પેટા ચૂંટણીમાં કોઇ ખાસ કમાલ ન કરી શક્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!