પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજ માં આટલો મોટો ગોટાળો! આટલા લાખ કરોડ નો હિસાબ જ નહી,RTI માં થયો દાવો

340

કોરોના મહામારીમાં લોકડાઉન ને કારણે જનજીવનને જ નહીં આર્થિક રીતે પણ લોકોને સારો એવો માર પડ્યો હતો ત્યારે કેન્દ્રની મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી જેમાંથી 17 લાખ કરોડ હજી સુધી ક્યાં વપરાય તેનો હિસાબ સરકાર પાસે નથી. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાત – 12,005.92 કરોડની કેન્દ્રની સહાય મળી છે જે ગુજરાત સરકારે કેન્દ્રને પરત કરવા પડશે.

કેન્દ્રની 20 લાખ કરોડ આર્થિક પેકેજ માંથી ફક્ત ત્રણ લાખ કરોડ રૂપિયા ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.RTI માં સરકારે રાજ્યોના આપવામાં આવેલા સહાયની માહીતી આપી છે પરંતુ બાકીની રકમ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આ એક લોલીપોપ જ હતી.

આમ કહેતા તેમણે આ RTI દ્વારા જે ન્યૂઝ રિપોર્ટ લખવામાં આવ્યો છે તેનું કટિંગ પણ શેર કર્યું છે. મંજૂર થયેલી રકમમાંથી લગભગ 1.20 લાખ કરોડ રૂપિયા વિવિધ રાજયોને આપવામાં આવ્યા છે.

અને જેને દેશની જનસંખ્યા 130 કરોડ ભારતીયો દીઠ ગણીએ તો તે વ્યક્તિ દીઠ 8 રૂપિયા થાય છે. જે પાછળથી રાજ્ય સરકારોએ કેન્દ્ર ને પાછા આપવા પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!