મોદી કેબિનેટનું વિસ્તરણને લઇને આવ્યા મહત્વના સમાચાર, કાલે આટલા વાગ્યે યોજાશે બેઠક…

Published on: 9:41 pm, Tue, 6 July 21

મોદી કેબિનેટ વિસ્તરણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા. આવતીકાલે મોદી કેબિનેટનું વિસ્તરણ થશે. કાલે સાંજે 5.30 વાગે કેબિનેટનું વિસ્તરણ થશે. અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓ શપથ લેશે.

કેન્દ્ર સરકાર દ્વારા અનેક નેતાઓને ફોન કરીને બોલવાનું પણ શરૂ કરી દીધું છે.મ માહિતી મુજબ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ નું ખાતું બદલાય શકે તેવી સંભાવના છે.

ઉપરાંત મળતી માહિતી મુજબ આઈડી મિનિસ્ટર રવિશંકર પ્રસાદને પણ મંત્રીપદ થી ખસેડીને ભાજપ સંગઠનમાં સ્થાન આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

જનતા દળના આર પી સિંહ અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલા દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત LJP સાંસદ પશુપતિ પારસ પણ દિલ્હી જવા માટે રવાના થઇ ગયા છે.

ઉપરાંત સિંધિયા પણ દિલ્હી માટે રવાના થઇ ગયા છે. આ ઉપરાંત મંત્રીઓ પદ છોડી શકે છે. જેમાં સ્મૃતિ ઈરાની, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, ડોક્ટર હર્ષવર્ધન, નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરી, ધર્મેન્દ્ર પ્રધાન અને પિયુષ ગોયલ આ વખતે મંત્રીમંડળ ને છોડી શકે તેવી શક્યતાઓ છે.

હાલમાં કુલ મંત્રીમંડળમાં 53 મંત્રીઓ છે. મળતી માહિતી મુજબ મંત્રીમંડળમાં નવા 28 મંત્રીઓને જોડવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!