પ્રધાનમંત્રી કિસાન યોજના ને લઈને મહત્વના સમાચાર, મોદી સરકાર 1364 કરોડ 20 લાખ ખેડૂતો પાસેથી…

Published on: 3:54 pm, Mon, 11 January 21

પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ સાચા ખેડૂતોને મળવો જોઈએ તેના બદલે અયોગ્ય વ્યક્તિઓને સરકારે આપી દીધો હોવાનો ખુલાસો એક RTI માં થયો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયા આપી દીધા.

હોવાનો દાવો RTI મળેલી માહિતીમાં કરવામાં આવ્યો છે.2019 માં કેન્દ્ર સરકારે શરૂ કરેલી પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોને વર્ષમાં ત્રણ તબક્કામાં આ નાણા ખાતામાં જમા કરાવી આપવામાં આવે છે.

RTI ના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય જણાવ્યું કે અયોગ્ય લાભાર્થીઓને બે કેટેગરીમાં ઓળખ કરાય છે જેમાં પ્રથમ કેટેગરીમાં યોગ્યતા પૂરી ન કરનાર ખેડૂતો છે અને બીજી કેટેગરીમાં ઇન્કમટેક્ષ ભરનારા ખેડૂતો છે.

RTI થી સામે આવ્યું છે કે વર્ષ 2019 માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના અંતર્ગત જુલાઈ 2020 સુધી અ યોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયાની ભરપાઈ કરવામાં આવી હતી અને સરકારે પોતાના નાનકડા એવા સંકેતો આપ્યા છે.

કે આ રકમ અયોગ્ય લોકોના હાથમાં જતી રહી છે અને સરકારે આ મામલે કાર્યવાહી પણ કરી શકે છે.જે અયોગ્ય લાભાર્થીઓને આ રકમ પહોંચી ગઈ છે તેઓ સૌથી વધુ પાંચ રાજ્યો ગુજરાત,આસામ,પંજાબ,મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

પંજાબમાં 23.6 ટકા, આસામમાં 16.8 ટકા, મહારાષ્ટ્રમાં 13.99 ટકા અને ગુજરાતમાં 8.05 ટકા અને ઉત્તર પ્રદેશમાં 8.01 ટકાનો સમાવેશ થાય છે કે જેઓ અયોગ્ય હોવા છતાં લાભ મળી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!