ગુજરાત રાજ્યમાં ઉતરાયણ ને લઈને રાજ્ય પોલીસ વડાએ આપ્યો મોટો આદેશ,જાણો વિગતે

Published on: 4:14 pm, Mon, 11 January 21

આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટ ની માર્ગદર્શિકા મુજબ તેનો અસરકારક પાલન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને રાજ્ય પોલીસ વડા મોટો આદેશ આપ્યો છે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગાંધીનગરથી વિડીયો.

કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ઉત્તરાયણ તથા વાસી ઉતરાયણના પર્વની દિવસ દરમિયાન રાજ્ય સરકારની માર્ગદર્શિકા તથા ગુજરાત હાઇકોર્ટ ની માર્ગદર્શિકા મુજબ અસરકારક પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે.

તેમજ કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની રહેશે.ચાર મહાનગરપાલિકામાં રાત્રી કરફ્યુ નું ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે અને પોલીસ ડ્રોન તેમજ સીસીટીવી ની મદદથી નજર રાખવામાં આવશે આ ઉપરાંત તેઓએ કહ્યું કે.

જાહેરનામા મુજબ કોઇપણ જાહેર સ્થળો કે ખુલ્લા મેદાન કે રસ્તા ઉપર પતંગ જગાવવા માટે લોકો ભેગા ન થાય તે માટેની ખાસ કાળજી રાખવાની.આપને જણાવી દઇએ કે આ વર્ષ સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉતરાયણ સાવચેતીપૂર્વક ઉજવવાની અને.

તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એટલું જ નહીં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પોલીસ ડ્રોન તથા સીસીટીવી ની મદદથી સતત પેટ્રોલિંગ કરશે.

ફ્લેટના કે મકાનના ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને માત્ર પરિવારના અને નજીકના સભ્યો સાથે જ ઉતરાયણ ઉજવાય તેમાં પણ માસ્ક વિના કોઈ પણ વ્યક્તિ જોવા ન મળે તેમજ લોકોએ સામાજિક અંતરનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!