સીંગતેલ અને કપાસિયા તેલ ના ભાવ ને લઇને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે.

183

રોજિંદા જીવનમાં જરૂરી એવા ખાદ્ય તેલોમાં આજે પણ તેજી યથાવત રહેવા પામી હતી. સીંગતેલના ડબ્બા આજના ભાવ 2545 થયા હતા જયારે કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ 2025 થયા હતા.

આજરોજ પણ બંને ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40 નો વધારો થવા પામ્યો હતો. ખાદ્યતેલોમાં આજે પણ આગ ઝરતી તેજી યથાવત રહેવા પામી હતી. ખાદ્યતેલોમાં આજે પણ સતત ભાવો વધતાં આમ આદમીની મુશ્કેલી વધવા પામી છે.

ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ચારથી પાંચ મહિનાથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચેક દિવસ દરમિયાન સમયાંતરે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચિંતાનો વિષય છે.

સતત વધતા જતા ખાદ્યતેલોના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતાં હોય છે.દિવસેને દિવસે વધતા જતા ખાદ્યતેલો ઉપરાંત ડીઝલના ભાવ ના કારણે સામાન્ય લોકોને પોતાનું જીવન પસાર કરવું મુશ્કેલ બની રહ્યું છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ને લઈને મહત્વના સમાચાર એ છે કે આજે એક ડબ્બે રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે.ખાદ્યતેલોમાં સતત વધી રહેલા ભાવતી ફરસાણના ભાવો પણ વધી રહ્યા છે.

જેના કારણે સામાન્ય લોકોને ફરસાણ થવું મુશ્કેલ બની રહ્યું છે અને વેપારી લોકોને ફરસાણ વેચવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!