કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા મહત્વના સમાચાર, થોડાક દિવસ ની રાહત બાદ…

Published on: 9:16 am, Sat, 30 January 21

થોડાક દિવસ ની રાહ બાદ ફરી એકવાર કોરોના ના કેસો વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના ના 18,855 કેસ નોંધાયા છે તો 163 લોકોના કોરોનાવાયરસ ના કારણે મોત થયા છે.20,746 લોકો કોરોના ને માત આપીને શ્વાસ થયા છે.

અને અત્યાર સુધીમાં દેશમાં 10720048 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને હાલમાં 1,71,686 એક્ટિવ કેસ છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોના થી 1,54,010 લોકો મોત ને ભેટ્યા છે.

અત્યાર સુધીમાં 1,03,94,352 લોકો એ કોરોના ને માત આપીને સ્વસ્થ થયા છે.સ્વસ્થ મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં 29,28,053 લોકો ને વેક્સિન આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિ ની વાત કરીએ.

તો છેલ્લા 24 કલાકમાં 346 કેસ સામે આવ્યા છે.રાજ્યમાં કુલ કોરોના વાયરસના સંક્રમિત ની સંખ્યા વધીને 2,60,566 થઈ ગઈ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ને કારણે 2 વ્યક્તિ ના મોત થયા છે.

જેના કારણે રાજ્યમાં ફૂલ મૃત્યુઆંક 4384 પર પહોચ્યો છે.ગુરુવારે 602 લોકો સાજા થયા છે અને રાજ્યમાં કોરોના થી રિકવર કેસ ની સંખ્યા 2,52,464 થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!