દારૂના શોખીનો માટે મહત્વના સમાચાર : શું ગુજરાતમાં હટશે દારૂબંધી? આ કદાવર નેતા એ આપ્યું મહત્વનું નિવેદન

ભુતપુર્વ મુખ્યમંત્રી અને રાજ્યના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીની લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.નવસારીની મુલાકાતે પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતની ભાજપ સરકાર ને વિવિધ મુદ્દે ઘેરી હતી. જેમાં વિવિધ મુદ્દે ઘેરી હતી જેમાં દારૂબંધી મુદ્દે વધુ એકવાર પ્રહાર કર્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ પોતાની આગવી શૈલીમાં સરકારને ઘેરતા કહ્યું કે, ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો. દમણ જવાનું નહીં,સેલવાસ જવાનું નહીં,દીવ જવાનું નહીં, ગુજરાતમાં છૂટ થી ગુણવત્તાવાળો દારૂ મળે તો પીવા વાળા ને કેવા જલસા પડે. તેમને કહ્યું કે, ગુજરાતમાં કેમિકલયુક્ત અને હલકી ગુણવત્તાવાળા દારૂ વેચાણ ને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

શંકરસિંહે કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની જ છે. રોજ કેટલાય દારુ પકડાય છે અને લાખોના દારૂ પીવાય છે તો શા માટે દારુબંધી? તેમણે એ પણ જણાવ્યું હતું કે, દારૂબંધીની નાટક કરતી આ સરકાર છે. નવી સરકારને જો તક આપવામાં આવશે તો અમે રાજ્યમાંથી દારૂબંધી હતાવીશું. શંકરસિંહે કહ્યું કે દારૂબંધી હટાવી એ સમયની માંગ છે.

લોકોને ઘરમાં રહીને શાંતિપૂર્ણ રીતે દારૂ પી શકે તેવો માહોલ બનાવવાની પણ વાત કરી. મહત્વનું છે કે આ પહેલા પણ શંકરસિંહ વાઘેલા દારુબંધી ને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી ચૂક્યા છે. જોકે આ વખતે તેમને દારૂબંધી હટાવવાની વાત કરી છે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*