ગુજરાતમાં કોરોનાવાયરસ નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. આજે સુરતમાં મહાનગર પાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં કોરોના ને લઈને નવી સ્ટેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈ રિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બંને દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં માંગરોળ ને લઈને ખૂબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં માંગરોળ માં 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે.
સુરતના માંગરોળ તાલુકા મથકે લોકડોઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈને ગ્રામ પંચાયત એ આ નિર્ણય લીધો છે.જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાની મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન કારણે સમગ્ર દેશમાં લોકોના રોજગાર ધંધા ભાંગી પડયા છે અને લોકોને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળમાં પણ વધુ 12 દિવસનું લોકડોઉન અપાતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ગ્રામપંચાયત નિર્ણય કોરોના સંક્રમણ અટકાવવા માટે લીધો છે જેથી કરીને માંગરોળના લોકો સ્વસ્થ રહે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!