બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે

Published on: 6:28 pm, Fri, 23 October 20

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યા પછી હવે મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ શકે છે. આ ઉપરાંત શુક્રવારથી રાજ્યમાં સૂકું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.દેશભરમાં ચોમાસાની વિદાય 15 દિવસ વિલંબમાં નાખનાર બંગાળની ખાડીનું ડીપ્રેશન દરિયામાં હજુ માંડ સમાયું છે, ત્યાં આ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સર્જાયું છે.

જેવેલમાર્કેડ લો પ્રેશર માં ફેરવાયું છે અને હવે તે ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતાઓ છે. જોકે આ સિસ્ટમની ગુજરાત પર નહિવત અસર થવાની છે.અડધા ગુજરાતમાં ચોમાસાની અટકી ગયેલી વિદાયનો પ્રારંભ 15 દિવસ પછી શરૂ થયો છે. દેશના અન્ય રાજ્યોમાંથી નેરૂત્યનું ચોમાસુ,ઉત્તર પ્રદેશ,બિહાર તથા સિક્કિમ,પક્ષિમ બંગાળ,ઝારખંડ ના ઉતર તરફના વિસ્તારોમાંથી પરત ખેંચાયું છે.

ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની સામાન્ય તારીખ 25 સપ્ટેમ્બર જાહેર કરાયેલી છે.જે 6 ઓક્ટોમ્બર થી પાછું ખેંચવાનું શરૂ થયું અને. આ કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.

15 દિવસ ફરી પાછું ઠેલાતા આશરે એક મહિનાથી વધારે મેઘરાજા નું રોકાણ થયુ છે. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!