પત્ની અને પોતાના દીકરાનો જીવ લઈને પતિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:21 pm, Mon, 18 April 22

હાલમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ઘરમાં પલંગ પર એક મહિલા અને તેના દિકરાનો મૃતદેહ મળી આવ્યું હતું. આ ઉપરાંત પતિનો મૃતદેહ એક રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના સિકરમાં બની હતી. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ એક ઘરમાંથી ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સાંજ થઈ ગઈ છતાં પણ પરિવારના સભ્યો બહાર ન આવ્યા, તેથી ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ કરી ત્યારે ઘરની અંદરથી ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 28 વર્ષથી સંપત કુમાવત નામના યુવકનો મૃતદેહ ઘરના એક રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે તેમની 24 વર્ષીય પત્ની પૂજા અને 2 વર્ષીય પુત્ર ચીનુંના મૃતદેહને એક પલંગ પરથી મળી આવ્યા હતા.

પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પતિએ સૌ પ્રથમ પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ જાતે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઇ ગયો હતો. આ ઉપરાંત પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરે ઘરમાંથી કોઈ પણ સભ્ય બહાર આવ્યું ન હતું. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ ઘરે કોઈ સભ્ય દૂધ આપવા માટે આવ્યો ત્યારે પણ ઘરની બહાર કોઈ આવ્યું ન હતું.

આ ઉપરાંત ઘરને કોઈપણ પ્રકારનું તાળું પણ નહોતું માર્યું. શંકાના આધારે ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. અને પોલીસને ઘરમાંથી ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્ની અને પોતાના દીકરાનો જીવ લઈને પતિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*