ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા જતી વખતે માત્ર 18 વર્ષના ધુરંધર ટેબલ ટેનિસના ખેલાડી વિશ્વા દિનદયાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

Published on: 12:49 pm, Mon, 18 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટેબલ ટેનિસના ખેલાડી વિશ્વા દિનદયાલનું રવિવારના રોજ કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે વિશ્વા દિનદયાલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો.

માત્ર 18 વર્ષની ઉંમરે કરૂણ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર 83મી સિનિયર નેશનલ એન્ડ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનમાં ભાગ લેવા માટે 18 વર્ષીય વિશ્વા દિનદયાલ ટેક્સીમાં અન્ય ત્રણ લોકો રમેશ સંતોષકુમાર, અવિનાશ અને કિશોર કુમાર સાથે ગુવાહાટી થી શિલાંગ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં માત્ર 18 વર્ષીય વિશ્વા દીનદયાલનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  મળતી માહિતી અનુસાર વિરુદ્ધ દિશામાં આવી રહેલા ટ્રેલરે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર ડિવાઈડર સાથે અથડાઈને ખીણમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ટેક્સી ડ્રાઇવરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે વિશ્વા દિનદયાલને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે વિશ્વને મૃત જાહેર કર્યું હતું.

આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રીજીજુએ ટ્વીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત હરિયાણાના ઉપમુખ્યમંત્રીએ વિશ્વાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી.

મૃત્યુ પામેલો 18 વર્ષીય વિશ્વા દિનદયાલએ 27 એપ્રિલનાં રોજ ઓસ્ટ્રેલિયાનાં લિંજમાં ડબ્લ્યૂટીટી યુવા contender ટુર્નામેન્ટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા જતી વખતે માત્ર 18 વર્ષના ધુરંધર ટેબલ ટેનિસના ખેલાડી વિશ્વા દિનદયાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*