પતિ અને પત્નીનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યું, બાળકો બીજી રૂમમાં સૂતા હતા – જાણો સમગ્ર ઘટના

Published on: 12:21 pm, Mon, 6 June 22

હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. રવિવારના રોજ સાંજે એક પતિ-પત્નીનું મૃતદેહ તેમના ઘરમાંથી અલગ અલગ રૂમ માંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના મથુરામાં બની હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિનું નામ કૌશિક હતું અને મૃત્યુ પામેલી પત્નીનું નામ સાધના હાથ. તેઓ પોતાના બાળકો સાથે જગન્નાથપુરીમાં રહેતા હતા. તેમના બાળકો અલગ રૂમમાં સૂતા હતા. ત્યારે અચાનક ઘરમાં પિસ્તોલ ચાલતી હોય તેવો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને બાળકો જાગી ગયા હતા.

ત્યારબાદ બાળકો જાગીને બીજી રૂમમાં ગયા ત્યારે ત્યાં પિતાનું મૃતદેહ પડેલું જોયું હતું. ઉપરાંત અન્ય એક રૂમમાં માતાનું મૃતદેહ પડ્યું હતું. માતા-પિતાના મૃતદેહને જોઈને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટના સ્થળે પહોંચીને પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાયસન્સ વાળી પિસ્તોલથી પતિ-પત્નીએ પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી પતિ-પત્નીના મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે લાયસન્સવાળી પિસ્તોલ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પતિ કૃષ્ણકુમારે સૌ પ્રથમ પિસ્તોલ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતાના પર પિસ્તોલ ચલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, કોઈકે બંનેનો જીવ લઈ લીધો છે અથવા તો બંને જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!