પ્રેમી અને પ્રેમિકા ઝાડ સાથે સાડી બાંધીને એક સાથે ગળાફાંસો ખાઇ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 12:00 pm, Mon, 6 June 22

આજકાલ જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. એક પ્રેમી અને તેની પ્રેમિકાએ એકસાથે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાડમેર જિલ્લાના ગુડામલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલિયા ક્લાન ગામમાં બની હતી.

ઘટના બનતા જ ગામમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે બંને આ પગલું ભર્યું હશે. આ ઘટના રવિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર પ્રેમી અને પ્રેમિકાએ તેમના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ઝાડ સાથે અથાડી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના રવિવારના રોજ બની હતી.

મળતી માહિતી અનુસાર ત્યાંથી પસાર થતા લોકોએ ઝાડ સાથે બંનેના મૃતદેહને લટકતી હાલતમાં જોયા હતા. ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રાકેશ નામનો યુવક અને મમતા નામની યુવતતીએ આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર બંને એકબીજાના સંબંધિત થતા હતા. બંને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું તેની કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બંને પ્રેમના કારણે આ પગલું ભર્યું હશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!