લગ્ન પહેલા વરરાજાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું : જાન લઈને જઈ રહેલા વરરાજાને રસ્તામાં નડ્યો અકસ્માત, વરરાજાનું કરૂણ મૃત્યુ…

Published on: 12:29 pm, Thu, 19 May 22

થોડાક દિવસ પહેલાં બનેલી એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતના કારણે લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો છે. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના સાગરમાં બની હતી. અહીં લગ્ન પહેલાં જ વરરાજાનું મૃત્યુ થતાં બંને પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સાગરના ખુરાઈમાં ગ્રામીણ વિસ્તારના સુમરડી-સિમરિયા વચ્ચે બની હતી. અહીં જાન લઈને કારમાં જઈ રહેલા વરરાજાની કાર બેકાબુ થતા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં વરરાજાને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા વરરાજાનું નામ રામકુમાર ઠાકુર હતું. તે ગોરખપુર ગામનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર રામકુમારની લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી.

દુલ્હન વરરાજાની રાહ જોઈને બેસી હતી. દુલ્હન ના ઘરે એક બાજુ લગ્નના ગીત ગવાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ લગ્નમાં હાજર મહેમાનો જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જાન આવવાની જગ્યાએ વરરાજાના મૃત્યુના સમાચાર આવતા જ દુલ્હનના ઘરે લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર કાર પલટી ખાઇ જતાં 24 વર્ષીય રાજકુમાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રાજકુમારને મૃત જાહેર કર્યો હતો.

વરરાજાનું મૃત્યુ થતાં બંને બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. લગ્ન હોવાના કારણે બંને પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું. પરંતુ આ ઘટના બનવાના કારણે બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવે તે પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન પહેલા વરરાજાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું : જાન લઈને જઈ રહેલા વરરાજાને રસ્તામાં નડ્યો અકસ્માત, વરરાજાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*