આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના દીકરા દીકરી સાથે પાણીની ટાંકીમાં કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. મૃત્યુ પહેલા મહિલાએ whatsapp ઉપર એક સુસાઇડ નોટ પણ સ્ટેટસમાં પોસ્ટ કરી હતી.
એટલો જ નહીં પરંતુ મળી જાય ઘરમાં પડેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીના પણ સળગાવી દીધા હતા. આ ઘટના રવિવારના રોજ સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ બાડમેરના સદર વિસ્તારના ગંગાસર ગામમાં બની હતી.સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 30 વર્ષની મહિલાએ પોતાના આઠ વર્ષના દીકરા સંતોષ અને અઢી વર્ષની દીકરી ભાવના સાથે આ પગલું ભર્યું હતું.
મહિલાનો પતિ બિકાનેરમાં નોકરી કરે છે. રવિવારના રોજ મહિલા પોતાના બાળકોની સાથે ઘરે હતી, તેનો પતિ બિકાનેરમાં હતો. સાંજના સમયે મહિલાએ સૌપ્રથમ પોતાના દીકરાને અને પછી દીકરીને એક પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા અને ત્યારબાદ પોતે પણ પાણીની ટાંકીમાં કોઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મહિલાએ આ પગલું ભરતા પહેલા whatsapp ઉપર સુસાઇડ નોટનું સ્ટેટસ મૂક્યું હતું. ત્યાર પછી આ સંબંધીઓને થતા તેઓ તાત્કાલિક તેના ઘરે પહોંચ્યા હતા. સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સળગતા હતા. આ ઉપરાંત ત્રણેયના મૃતદેહ પાણીની ટાંકીમાં પડેલા હતા. મહિલાના આઠ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.
મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હે ભગવાન, મને એટલું દુઃખ શું આપી રહ્યો છો. હવે હું પરેશાન છું. હું આટલી પીડા સહન કરી શકતી નથી. મારા મૃત્યુનું કારણ ધનારામની પત્ની રામુ દેવી છે, તે મને છ મહિનાથી ધમકાવી રહી છે. તે મારો જીવ લેવા માટે બે વાર મારા ઘરે પણ આવી હતી.
ત્યારે તેને મને મારા પતિની સામે કહ્યું હતું કે તને જોઈતી સળગાવી દઈશ. આ ઉપરાંત મહિલાએ ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો