દૂધથી ભરેલું ટેન્કર અચાનક જ પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત, 2 સગી બહેનો સહિત 3 લોકોના મોત… એક સાથે બે સગી બહેનની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 11:08 am, Tue, 9 May 23

આજે આપણે એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની(accident) ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં દૂધનું ટેન્કર(Milk tanker) અચાનક પલટી ખાઈ જતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ટેન્કરમાં સવાર બે સગી બહેનોએ અને ડ્રાઇવરે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના ટોંક જિલ્લાના નાસિર્દા વિસ્તારમાં બની હતી. દૂધથી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા જ રસ્તા ઉપર દૂધ વહેવા લાગ્યું હતું. મળતી માહિતી અનુસાર બે બહેનો તેમના મોટા પિતાના અવસાદ બાર બાર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંને બહેનો ઘરે જવા માટે નીકળી હતી. આ દરમિયાન બંને બહેનો રસ્તામાં ટેન્કરની લીફ્ટ લઈને દેવલી જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં બંને બહેનોને એક સાથે જ દર્દનાક મોત થયા હતા. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં ટેન્કર ચલાવી રહેલા ટેન્કર ચાલકનું પણ મોત થઈ ગયું છે.

અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર ચાલતું ટેન્કર અચાનક જ બેકાબુ બની ગયું હતું અને એક ખાડામાં જઈને પડ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ટેન્કરનું કેબીન સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયું હતું. જેના કારણે કેબિનમાં બેઠેલા ત્રણેય લોકો દબાઈ ગયા હતા, આ કારણસર ત્રણેયનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે jcb ની મદદ લઈને ટેન્કરને સીધું કર્યું હતું અને કેબિનમાંથી મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યાર પછી ત્રણેયને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યાં હાજર સરકારી ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી. સોમવારના રોજ ત્રણેયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

મૃત્યુ પામેલી એક બહેનનું નામ હતું અને બીજી બહેનનું નામ અનુ હતું. મળતી માહિતી અનુસાર બંને બહેનોના મોટા પપ્પાનું અવસાન થયું હતું. બંને બહેન 12 માના કાર્યક્રમમાં ગઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંને રવિવારના રોજ ઘરે જવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં બંને બહેનોએ એક ટેન્કર ચાલક પાસે લિફ્ટ લીધી હતી. આજે ટેન્કરનું રસ્તામાં અકસ્માત થયું હતું અને બંને બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો