મિત્રો ગુજરાતમાં ભજનની વાત આવે એટલે સૌ કોઈ લોકોના મુખે હેમંત ચૌહાણનું નામ પહેલું જ હોય છે. મિત્રો હેમંત ચૌહાણ અત્યાર સુધીમાં ઘણા બધા ભજન ગીત ગાયા છે અને તેઓ પોતાના મધુર અવાજના કારણે આજે લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે.
આજના આધુનિક યુગમાં લોકો હવે ફોન અને કોમ્પ્યુટરમાં મથવા લાગ્યા છે. પરંતુ એક સમયે એવો હતો કે જ્યારે લોકો હેમંત ચૌહાણના ભજનની સીડી ખરીદતા અને હંમેશા તેમના ભજન સાંભળવા આતુર રહેતા હતા.
ત્યારે આજે આપણે હેમંત ચૌહાણના જીવનની કેટલીક વાતો કરવાના છીએ. વાત કરીએ તો હેમંત ચૌહાણનો જન્મ 1955માં રાજકોટના જસદણ તાલુકાના કાનપુર ગામમાં થયો હતો. નાનપણથી જ તેમના ઘરનું વાતાવરણ ભક્તિમય હતું.
હેમંત ચૌહાણને પહેલેથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો. 1974 માં તેમને અર્થશાસ્ત્રમાં બીએ ની ડિગ્રી મેળવી હતી અને પછી સરકારી વાહન વ્યવહારની કચેરીમાં તેઓ નોકરીમાં જોડાયા હતા. આ સાથે સાથે તેમને રાજકોટમાં સંગીતની પણ તાલીમ લીધી હતી.
એટલું જ નહીં પરંતુ તેઓ આજુબાજુના વિસ્તારમાં ભજન કે ડાયરા હોય ત્યાં ગાવા પણ જતા હતા. પછી તો લોકોને હેમંત ચૌહાણ નો અવાજ ખૂબ જ ગમવા લાગ્યો.
ત્યાર પછી તો હેમંત ચૌહાણનું જીવન જ બદલાઈ ગયું પછી તો તેમને અનેક ભજન ગાયા અને અનેક જગ્યાએ ડાયરા પણ કર્યા. આજે પણ હેમંત ચૌહાણએ ગાયેલા ભજનો લોકોના મુખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment