આ ખેડૂત ઓછા ખર્ચમાં મશરૂમની અનોખી ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા… ચાલો જાણીએ કોણ છે આ ખેડૂત…

Published on: 12:50 pm, Sun, 31 December 23

આજના આધુનિક યુગમાં ખેડૂતો પણ કાંઈકને કંઈક નવીન ખેતી કરીને લાખો રૂપિયા કમાતા હોય છે. તમે ઘણા ખેડૂતોની કહાની સોશિયલ મીડિયા પર સાંભળી જ હશે. ત્યારે આજે અમે તમને એક એવા ખેડૂતની વાત કરવાના છીએ.

જેવો એક અનોખી ખેતી કરી રહ્યા છે અને તેમાંથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વાત કરીએ તો, બોટાદના ગઢડામાં લાખેણા ગામના 50 વર્ષના ખેડૂત રમેશભાઈ રાઠોડ જેમને 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે અને સાથે કૃષિ ક્ષેત્રમાં પણ અભ્યાસ કર્યો છે.

રમેશભાઈ છેલ્લા 15 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાત કરે તો રમેશભાઈ પોતાના ઘરમાં જ 21*15 એરિયામાં છેલ્લા બે વર્ષથી મશરૂમની અનોખી ખેતી કરી રહ્યા છે અને આ ખેતી કરીને તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

વાત કરીએ તો 2021 માં રમેશભાઈ પોતાના ઘરમાં જ મશરૂમની ખેતી શરૂ કરી હતી. રમેશભાઈ સાપુતારાના માલગાવના રહેવાસી એક શિક્ષક મિત્ર પાસેથી મશરૂમની ખેતીની પ્રેરણા લીધી હતી. ત્યારબાદ તેમને પોતાના જ ઘરમાં મશરૂમની ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે આજે રમેશભાઈ મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયા કમાય છે.

રમેશભાઈ નું કહેવું છે કે, મશરૂમના પાકનું સુરતમાં સારું એવું માર્કેટ છે અને અહીં તેની સારી એવી માંગ પણ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી મોટી મોટી હોટલોમાં પણ મશરૂમનો ખાવામાં ઉપયોગ થાય છે. રમેશભાઈ મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયામાં પોતાની આવક કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ખેડૂત ઓછા ખર્ચમાં મશરૂમની અનોખી ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા… ચાલો જાણીએ કોણ છે આ ખેડૂત…"

Leave a comment

Your email address will not be published.


*