સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, 8 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…

Published on: 5:42 pm, Tue, 7 June 22

ગુજરાતની જનતા કાળઝાળ ગરમીથી કંટાળી ગઈ છે. હવે તમામ લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજરોજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી.

કાંઈક વરસાદ સાથે કરા પણ પડયા હતા. અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જુનથી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ વર્ષે અમરેલી જિલ્લાઓમાં ભારે ગરમી પડી હતી. ત્યાંની જનતા કાળઝાળ ગરમીથી કંટાળી ગઈ હતી.

ત્યારે આજરોજ સાવરકુંડલા તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ પડતાં જ લોકોને ગરમીથી રાહત મળી છે. આજરોજ બપોરના અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. આજરોજ સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાઓમાં વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત અમુક વિસ્તારોમાં તો વરસાદ સાથે કરા પણ પડયા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.  આ ઉપરાંત લાઠી અને દામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાઠી શહેરમાં તો વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

વરસાદ પડવાના કારણે રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વાતાવરણમાં પલ્ટો આવવા ના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ વખતે દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 103 ટકા વરસાદ થવાની શક્યતાઓ રજૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, 8 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*