સમાચાર

સુરતમાં વધતા જતા કોરોના ના કેસ ને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિ નું સૌથી મોટું નિવેદન, જાણો વિગતવાર

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે . સુરતમાં કોરોના નો કહેર યથાવત જ છે. સુરતમાં લઇને ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોટું નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ કહ્યું કે , સુરતમાં કોરોનાના સંક્રમણ પાછળનું કારણ મુંબઈથી આવતા-જતા લોકોને ગણાવ્યા છે.

સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.સુરત શહેરમાં આજે કોરોના નવા કેસ ની વાત કરીએ તો 207 કેસ સુરતમાં અને ગ્રામ્ય વિસ્તાર માં 80 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા કેસ 287 કેસ નોંધાયા છે આજે વધુ પાંચ દર્દીઓ ના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે.આ સાથે જ કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા વધીને 42 808 થઈ ગઈ છે . આજે વધુ 10 લોકોના મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *