ઉતાવળ કરવી ભારે પડી ગઈ..! સ્ટેટ હાઇવે પર ઓવર ટ્રેક કરતી વખતે કાર અને ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર, 4 લોકોના મૃત્યુ, 7 લોકો ઇજાગ્રસ્ત…

Published on: 6:29 pm, Sat, 17 September 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાઇવે પર ટ્રેલરને ઓવરટેક કરતી વખતે એક કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. આ કારણોસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના નિભાહેરા-મંગલવડ સ્ટેટ હાઇવે પર બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા.

મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સ્ટેટ હાઇવે પર કાર આગળ જતા ટ્રેલરને ઓવરટેકર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયા હતા. આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બાકીના 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં ઉદયપુરની મહારાણા ભોપાલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં બે લોકોના મૃત્યુ નીપજે હતા. ત્યારબાદ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે એની પણ સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક જ પરિવારમાંથી ચાર લોકોની અર્થે ઉઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતાવળ કરવી ભારે પડી ગઈ..! સ્ટેટ હાઇવે પર ઓવર ટ્રેક કરતી વખતે કાર અને ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર, 4 લોકોના મૃત્યુ, 7 લોકો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*