શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો? જાણો આજનો પેટ્રોલનો ભાવ…

Published on: 9:55 am, Sat, 3 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આજે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ શુક્રવારના રોજ સરકારી કંપનીઓ દ્વારા પેટ્રોલમાં પ્રતિ લીટર 35 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આજ રોજ અલગ-અલગ શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.16 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.19 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદનો પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.03 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.23 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.72 રૂપિયા નોંધાયો છે.

ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.13 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.74 રૂપિયા નોંધાયો છે. ગંગાનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 109.7 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 102.35 રૂપિયા નોંધાયો છે.

સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.17 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.37 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવ 95.91 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.81 રૂપિયા નોંધાયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ 6 વાગ્યા પછી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, કમિશન અને અન્ય ખર્ચાઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો? જાણો આજનો પેટ્રોલનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*