શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો વિગતો.

Published on: 10:59 am, Tue, 6 July 21

દેશમાં છેલ્લા થોડાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. અને દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી. 2021 માં પેટ્રોલના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે.

દેશમાં 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયાને પહોંચ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક , તેલંગાણા , જમ્મુ કાશ્મીર , ઓડીસા, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર અને લદાખમાં પેટ્રોલના ભાવ આસમાની સપાટી છે.

દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે સરકારની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

દેશમાં દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે, છ વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.86 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 89.36 રૂપિયા છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.95 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 96.91 રૂપિયા છે.

રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 110.43 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 101.95 રૂપિયા છે.

સુરતમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 97.68 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.23 રૂપિયા છે. અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 96.49 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 96.03 રૂપિયા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો વિગતો."

Leave a comment

Your email address will not be published.


*