પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલની મોટી જાહેરાત! જાણો વિગતે

Published on: 7:44 pm, Tue, 25 August 20

પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજના પાટીદાર ક્રાંતિ દિવસે એક મોટી જાહેરાત કરેલ છે. કોરોનાના વૈશ્વિક મહામારી ના પગલે હાર્દિક પટેલ દ્વારા યુવાનોને આહવાન કરતા એક જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી હતી.

હાર્દિક પટેલ દ્વારા ગઈકાલે અતિવૃષ્ટિ અને પર ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લોકોની મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યો હતો. આજે હાર્દિક પટેલ દ્વારા ગુજરાતનો વિકાસ એટલે અમદાવાદ-ગાંધીનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતના 18000 ગામડાઓનો વિકાસ ની વાત કરી હતી.

આંદોલન થયું, ન્યાય મળ્યો, નિર્દોષ યુવાનો શહીદ થયા, ગુજરાતના યુવાનો જાગૃત થયા અને મારા ઉપર ખોટા 32 કેસ કરવામાં આવ્યા. આંદોલનમાં મને મારી ચિંતા જ નથી એક જ ઉદ્દેશ હતો કે સમાજના ગરીબ યુવાનોને સારું શિક્ષણ અને સારી નોકરી મળે. આજે હું ખુશ છું કેમ કે માત્ર પાટીદાર જ નહીં પરંતુ તમામ સમાજ ના લોકો ને પાટીદાર આંદોલનથી મળેલ યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!