ભારતમાં કોરોનાવાયરસ ને લઈને આવી ખુશ ખબર , જાણો વિગતે

Published on: 5:15 pm, Tue, 14 July 20

કોરોના ના વધતા જતા કેસ ટેન્શન જરૂર આપી રહ્યા છે, પરંતુ કેટલાક આંકડાઓ એવા છે જે રાતથી ભરેલા ભવિષ્ય તરફ ઇશારા કરે છે.અનેક રાજયોએ કોરોના સંક્રમણને રોકવા માટે અલગ અલગ રીતે ફરીથી લોકડાઉન લગાવ્યું છે. ટેસ્ટિંગ લઇ ને ભારતમાં છેલ્લા બે મહિનામાં ઘણું ઝડપથી કામ કર્યું છે અને આનું જ પરિણામ છે કે સંક્રમણ માં આટલા કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં covid 19 નો પોઝિટિવિટી રેટ ૭.૪૪ છે જેમ મેના પહેલા અઠવાડિયામાં ૪.૧૪ હતો. આનો મતલબ છે કે જેટલા લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે તેમાંથી મોટાભાગના પોઝિટિવ મળી રહ્યા છે. ભારતમાં જે દિવસે કોરોના કેસ નવલાખ ને પર થયા હતા ત્યારે ન એવા સંકેત મળ્યા છે જે સકારાત્મક છે.

ભારતમાં ટોટલ કોરોના ના કેસ 9,06,752 છે જેમાંથી 5,71,460 લોકો ઠીક થયા છે. દેશમાં કોવિદ-19 નો રિકવરી રેટ 63.02 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર રિકવરી અને મોતની ટકાવારી હવે 96.01 : 3.99 ટકા છે. દેશમાં 63.02 ટકા રિકવરી રેટ છે , પરંતુ 19 રાજયો એવા છે જે નેશનલ પણ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. લડાખ, દિલ્હી, ઉત્તરાખંડ ,છત્તીસગઢ હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં 75 ટકાથી વધારે છે. ભારતમાં કોરોના કેસની સરખામણીમાં મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને અત્યારે આ 3.28 ટકા પર છે . આનો સીધો મતલબ એ છે કે આપણે કોરોનાથી થનાર મોત નેઓછા કરવામાં સફળ થઇ રહ્યા છીએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ફેટલિટી રેટ 2.67% છે. જ્યારે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં આ દર નેશનલ એવરેજ કરતા પણ ઓછો છે. ICMR ભારત બાયોટેક મળીને કોરોના ની વેક્સિન બનાવી છે. તેના હુમન ટ્રાયલ શરૂ થઈ ગયો છે. વોલિયન્ટર સેફટી સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે ત્યારબાદ તેમને નાના-નાના ડોઝ આપવામાં આવશે. ટ્રાયલ માં લગભગ 1500 વોલિયન્ટર ને વેક્સિન આપવામાં આવશે.

Be the first to comment on "ભારતમાં કોરોનાવાયરસ ને લઈને આવી ખુશ ખબર , જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*