ગુજરાતની આ જગ્યાએ ગાય માતા એ બતાવ્યા હતા હનુમાનજી, આ હનુમાનજી સામે અંગ્રેજો પણ નમાવતા હતા માથું અને તેનો ઇતિહાસ સાંભળીને…

કળિયુગ ની અંદર ભગવાન હનુમાનજીની ખૂબ જ પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેઓ દુખિયાના દુખડાઓને દૂર કરે છે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આજે અમે તમને રામ ભક્ત હનુમાનજી ડભોડા ગામે બિરાજમાન છીએ તેના પરચા વિશે અને ઇતિહાસ વિશે જણાવવાના છીએ.

ગાંધીનગર ના ડભોડા ગામે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ વાળું સુપ્રસિદ્ધ દભોડિયા હનુમાનજી મહારાજનું મંદિર ભાવિકો માટે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અંગ્રેજ સરકાર પણ ત્યાં માથું નમાવીને ઝૂકી હતી અને અંગ્રેજોએ પણ દાદાને તેલનો ડબો ચડાવ્યો હતો.

વર્ષોથી હનુમાનજી મંદિરમાં દર કાળી ચૌદસના દિવસે હનુમાન દાદાને નિયમિત તેલનો ડબો ચડાવવામાં આવે છે અને આજે પણ વેસ્ટન રેલવે વિભાગ દ્વારા એક ડબો ડભોડિયા હનુમાનજી મંદિરે ચઢાવવામાં આવે છે.અહીં લાખો શ્રદ્ધાળુ હનુમાનજી મહારાજને દર્શન કરીને ધન્યતા અનુભવે છે

અને આપને જણાવી દઈએ કે શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દરેક લોકો દાદાના દર્શને આવે છે. કહેવાય છે કે ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં હજાર વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રગટ થયેલું મૂર્તિ વાળું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને કહેવાય છે

કે પશુધન ચડાવવા માટે ભરવાડો હાલના ડભોડા અને તે સમયના દેવગઢના જંગલમાં આવતા તેમાંથી એક ટીલડી નામની ગાય ભોળામાંથી છૂટી પડીને નિશ્ચિત જગ્યાએ ઊભી રહે નમન કરતી અને શાંત પડે ત્યારે ગાયોના ટોળામાં પાછી ભળી જતી હતી.ભરવાડે રાજાને સમગ્ર ઘટનાની જાણ કરી

અને રાજાએ જાતે તપાસ કરતા રાજ પુરોહિતની સલામ કરાવતા હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવી હતી અને મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને આજે તમામ ભક્તો જે કોઈ મનોકામનાઓ જે કોઈ માનતાઓ માને તેમના કામ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*