ગુટખાએ બનાવ્યો ગુનેગાર : ગુટખા લાવવાની ના પાડતા નારાજ થઈને એક યુવકે પોતાની મંગેતરનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:45 pm, Fri, 11 March 22

વલસાડમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડના ઉમરાગામ તાલુકામાં એક યુવકે પોતાની મંગેતરનો ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર એક યુવતીએ પોતાના થનાર પતિને ગુટખા લાવવાની ના પાડતા નારાજ થયેલા યુવકે પોતાની થનાર પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.

એટલું જ નહિ પરંતુ યુવકે યુવતીએ જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે, તેવું દેખાડવા માટે યુવતીના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જીવ લેવાનો ખુલાસો થતાં પોલીસે આરોપી મંગેતર ની ધરપકડ કરી છે.

આ ઉપરાંત યુવકની મદદ કરનાર અન્ય બે વ્યક્તિઓને પણ ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આંબાની વાડીમાં સ્વિમિંગ પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં સુનીતા ધનગરિયા અને તેના મંગેતર જગદીશ મોહન જાદવ મજૂરી કામ કરતા હતા. આરોપી જગદીશને ગુટખા ખાવાની આદત છે.

તેથી મજૂરી કામ કરતી વખતે જગદીશે સુનીતાને નજીકથી ગુટખા લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ સુનિતા જગદીશને ગુટખા લાવવાની ના પાડી દીધી હતી. બસ એટલી નાનકડી વાતને લઈને જગદીશ સુનિતાનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.

ત્યારબાદ જગદીશે સુનિતાના મૃતદેહને ઝાડ પર દુપટ્ટા સાથે બાંધી દીધું હતું. જગદીશે 2 શ્રમિકોની મદદથી આ કામ કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ સુનિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સુનીતાનો જીવ લઈ લેવામાં આવ્યો હશે તેવી આશંકાઓ થઈ રહી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુનીતાનો જગદીશ જીવ લઇ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુટખાએ બનાવ્યો ગુનેગાર : ગુટખા લાવવાની ના પાડતા નારાજ થઈને એક યુવકે પોતાની મંગેતરનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*