ગુજરાતી લોકગાયકા કિંજલ દવેના મંગેતર પવન જોશી રહે છે આવા આલિશાન અને વૈભવી ઘરમાં…પવન જોશીનું ઘર જોઈને તમે પણ…

Published on: 1:12 pm, Sun, 16 October 22

તમે બધા ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેની તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે. આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા કિંજલ દવે ચાર ચાર બંગડી વાળુ ગીત ગાયું હતું અને આ ગીત પછી તો તેમનું જીવન જ બદલાઈ ગયું હતું. આ ગીત બાદ કિંજલ દવે એટલી પ્રસિધ્ધિ મેળવી કે ગુજરાતના નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ આજે કિંજલ દવેને ઓળખે છે.

કિંજલ દવે વિશે વાત કરીએ તો કિંજલ દવેના પિતા હીરા ઘસતા હતા અને એક ભાડાને રૂમમાં રહેતા હતા. ઘણા બધા સંઘર્ષ અને મહેનત કર્યા બાદ કિંજલ દવે આજે આ મુકામ સુધી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે માત્ર 7 વર્ષની ઉંમરે જ કિંજલ દવે ગાવાનું શરૂ કર્યું હતું. તેમને નાનપણથી જ સંગીત ક્ષેત્રમાં વધારે રસ હતો. તેમની આજની પ્રસિદ્ધિ પાછળ ઘણી બધી મહેનત છુપાયેલી છે.

આજે કિંજલદવે એક ખૂબ જ લક્ઝરીયસ લાઈફ જીવી રહ્યા છે. તેઓ બોલિવૂડની હિરોઈન કરતાં પણ એકદમ સ્ટાઇલિશ અને મોર્ડન બની ગયા છે. તેઓ હંમેશા ચર્ચામાં રહે છે અને તેમના ગીત સોશિયલ મીડિયામાં અને યૂટ્યુબમાં ખૂબ જ વાયરલ થાય છે. નવરાત્રીમાં કિંજલ દવેના મધુર અવાજ પર મુંબઈ વાસીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.

મુંબઈમાં યોજાયેલી નવરાત્રીમાં કિંજલ દવેની જોરદાર એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું. એક એવોર્ડ શોમાં બોલીવુડના સેલિબ્રિટી જે રીતે એન્ટ્રી લે તે જ રીતે કિંજલ દવેએ નવરાત્રીમાં સ્ટેજ પર આવવા માટે જોરદાર એન્ટ્રી કરી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવેના મંગેતરનું નામ પવન જોશી છે. બંનેની જોડી ખૂબ જ સુંદર છે.

કિંજલ દવે અને પવન જોશીની એપ્રિલ 2018માં સગાઈ થઈ હતી. આ સુંદર કપલ અવારનવાર તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હોય છે. કિંજલ દવે વિશે વાત કરીએ તો તેમનો જન્મ 1999માં બનાસકાંઠાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ લલીતભાઈ છે અને તેઓ એક સમયે અમદાવાદમાં રહીને હીરા ઘસતા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આગળ વધ્યા છે. કિંજલ દવેના મંગેતર ની વાત કરીએ તો તેઓ મોરા પાટણા જિલ્લાના સરીયદ ગામના વતની છે. પવન જોશીના પિતાનો ધંધો બેંગ્લોરમાં હોવાના કારણે તેઓ વર્ષો સુધી ત્યાં જ રહ્યા હતા.

પરંતુ છેલ્લા બે વર્ષની વાત કરે તો પવન જોશી અમદાવાદના વસ્ત્રાલપુર વિસ્તારમાં રહે છે. પવન જોશી એક ખૂબ જ સુંદર અને શાનદાર ઘરમાં રહે છે. અંદાજે બે વર્ષ પહેલા પવન જોશીએ પોતાનું એક નવું ઘર ખરીદ્યું હતું તેનો ફોટોઓ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પવન જોશીનું ઘર અંદરથી ખૂબ જ સુંદર અને આલિશાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતી લોકગાયકા કિંજલ દવેના મંગેતર પવન જોશી રહે છે આવા આલિશાન અને વૈભવી ઘરમાં…પવન જોશીનું ઘર જોઈને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*