ગુજરાતી લોક ગાયિકા ગીતાબેન રબારી ચાલ્યા અમેરિકાના વિદેશ પ્રવાસે,જુઓ તેમના ખાસ ફોટાઓ

Published on: 6:21 pm, Wed, 9 March 22

આપણને બધાને ખ્યાલ જ હશે કે ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો પોતાના પરિવાર સાથે ગમે ત્યાં ફરવા જતા હોય છે. ક્યારે આપણા ગુજરાતી કલાકારોને ઉનાળાની ગરમી વચ્ચે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને પોતાની રજાઓ માણી રહ્યા છે.

હાલમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા કિંજલબેન દવે પણ પોતાના ભાવિ પતિ પવન જોશી અને તેમના ભાઈ સાથે દુબઈના પ્રવાસ પર છે અને તેમની સાથે ઉર્વશી બેન રાદડિયા છે. આપને જણાવી દઇએ કે બીજી બાજુ ગુજરાતી લોક ગાયિકા અલ્પાબેન પટેલ પોતાના પતિ સાથે હનીમૂન પર છે.

ત્યારે હાલમાં લોક ગાયિકા ગીતાબેન રબારી અમેરિકા ના પ્રવાસ જવા માટે રવાના થયા છે. આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામ માટે અને રજાઓ માણવા માટે ગીતાબેન રબારી અવારનવાર વિદેશ જતા હોય છે. હાલમાં તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની અમેરિકા જવાની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની થોડી ઘણી તસવીરો પણ શેર કરી છે અને ત્યાર બાદ અમેરિકા પહોંચતા તેમને બીજી પણ ઘણી બધી તસવીરો શેર કરી છે. ખરેખર ગીતાબેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી રહ્યા છે અને પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં પ્રખ્યાત લોક ગાયિકા તરીકે નામ છે.

આપણને બધાને ખ્યાલ નહિ હોય કે નાના એવા ગામમાં થી ગીતાબેન રબારી એ પોતાના સૂરીલા કંઠે ગીતો ગાયને શરૂઆત કરી હતી અને આજે ગુજરાતમાં નહીં પણ દેશ-વિદેશમાં ગુજરાતી ગીત ને રજુ કરી રહા છે. હાલમાં અમદાવાદ શહેરમાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ના 200 વર્ષ પૂર્ણ થઇ જતા મહોત્સવ યોજાયો હતો ત્યારે આ પ્રસંગે તેમને ભજન અને ભક્તિ ની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ હવે અમેરિકા જવા માટે નીકળી પડ્યા છે.

આપણે મોટા ભાગે અત્યાર સુધીમાં તેઓને જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપારિક વેશ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે. મોટાભાગે તે પોતાના અંગત જીવનમા મોડર્ન કપડાં પહેરે છે અને ઘરમાં તેઓ એકદમ સરળ અને સાદગી રીતે રહે છે. હાલમાં તેમની આ સફર માં તેઓ પેન્ટ ટોપ માં અતિ સુંદર લાગી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતી લોક ગાયિકા ગીતાબેન રબારી ચાલ્યા અમેરિકાના વિદેશ પ્રવાસે,જુઓ તેમના ખાસ ફોટાઓ"

Leave a comment

Your email address will not be published.


*