સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચે તારીખો કરી જાહેર.

Published on: 4:14 pm, Mon, 28 December 20

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજ રોજ ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોને સિગ્નલ મળવા લાગ્યા છે અને આજે રાજ્ય ચૂંટણી આયોગ ની જાહેરાત પ્રમાણે 5 જાન્યુઆરીના રોજ મતદારોની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવાની વાત કરી છે, જયારે 2 ફેબ્રુઆરી અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ થશે અને 8 જાન્યુઆરી સુધી કોઈ પણ દાવા અરજી કરી શકશે નહીં.

ચૂંટણી આયોગ ની જાહેરાત પ્રમાણ 1 જાન્યુ 2021 ની સ્થિતિએ પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે જેથી કોઈને વાંધા-વચકા હોય તો 18 જાન્યુઆરી સુધી દાવા અરજી કરી શકે છે.5 જાન્યુઆરીના રોજ પ્રાથમિક યાદી જાહેર થશે ત્યારબાદ 2 ફેબ્રુઆરીએ ફોટાવાળી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.1-1-2021 ની સ્થિતિ મુજબની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે.

1-1-2021 ની સ્થિતિ મુજબની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે જેમાં કોઈપણ વ્યક્તિ 18-1 સુધીમાં દાવા અરજી રજુ કરવાની રહેશે. જાહેર થયેલા મુસર્ડા રૂપ પ્રમાણે પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવશે.

અને ત્યારબાદ મતદારયાદીમાં નામ સરનામા ફેરફાર, નવેસરથી નામ ઉમેરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે મહાનગરપાલિકા તથા નગરપાલિકાના સીમાંકનમાં સુધારા થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચે તારીખો કરી જાહેર."

Leave a comment

Your email address will not be published.


*