ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો, જાણો વિગતે

Published on: 4:29 pm, Mon, 28 December 20

અબડાસા ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત બેઠક ઉપર હાર થઈ હતી. ગઈકાલે સોશિયલ મીડિયામાં અબડાસા કોંગ્રેસના ત્રણ લઘુમતી નેતાઓએ આપેલા રાજીનામા ના વાયરલ થયેલા પત્રોએ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજીનામું ફગાવનાર ચાર આગેવાન મુસ્લિમ નેતાઓ પૈકી અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈકબાલ મંધરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને સ્પષ્ટ જણાવ્યું કે, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ અને.

પાર્ટીના બની બેઠેલા આગેવાનો દ્વારા કરાતી ટીકા-ટિપ્પણી માં આર્મી દોષનો ટોપલો પક્ષના મુસ્લિમ આગેવાનો ઉપર ઢોળી દેવામાં આવ્યો હતો.કોંગ્રેસના વફાદાર લઘુમતી આગેવાનો વિરુદ્ધ કરાવતી આવી ટિપ્પણીઓથી પોતે નારાજ છે અને હજુ આવું જ રહેશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ઘોર પરાજય થવાની પૂરી શક્યતા છે. લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાસમ નોતિયારે હારના.

કારણ ઉપરાંત તબિયત અસ્વસ્થ હોવાનું જણાવી રાજીનામું આપ્યું છે.અબડાસા કોંગ્રેસ પ્રમુખ ના સમર્થન માં અબડાસા યુવક કોંગ્રેસના પ્રમુખ અભુ હિંગોરા, અબડાસા કોંગ્રેસના લઘુમતી સેલ અને.

કિસાન સેલના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રા એ રાજીનામું આપ્યું છે.એકસાથે ચાર-ચાર આગેવાનોએ ફગાવેલા રાજીનામાના કારણે કચ્છ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!