ભારત માટે કોરોના ને લઈને થયું મોટું સંશોધન , જાણો

1634

સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે તેવા સમયે ભારત માટે ધર્મનો અભ્યાસ સામે આવ્યો છે. આઇઆઇટી ભુવનેશ્વર દ્વારા હાથ ધરાયેલા કોરોના સંબંધિત એક સંયુક્ત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિયાળામાં દેશમાં કોરોના ના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે.

આ અહેવાલ મુજબ દેશમાં નવેમ્બર સુધીમાં કોરોના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ શકે છે જ્યારે પાંચ લાખથી વધુ લોકો કોરોના નો ભોગ બનશે તેવી આશંકા સેવાઈ રહી છે.હાલ ભારતમાં કોરોના ના કુલ કેસ 10 લાખને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક 25500 થી વધુ છે.

આઇઆઇટી ભુવનેશ્વર ના એક સંયુક્ત અભ્યાસમાં માં કહેવાયું છે કે શિયાળાની શરૂઆતથી ભારતમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે. અભ્યાસ મુજબ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો પછી કોરોના મહામારીમાં કેસમાં 0.99 ટકા ઘટાડો આવી શકે છે.

આ સિવાય કેસ બમણા થવાનો સમય લગભગ 1.13 દિવસ વધી શકે છે.અહેવાલમાં જણાવાયું છે કે ભેજમાં વધારાથી પડવાની કેસની સંખ્યામાં સતત વધારો થઈ શકે છે . જ્યારે કેસ બમણા થવાનો સમય લગભગ 1.18 દિવસ ઘટી જાય છે . આમ ચોમાસામાં કોરોના કેસ વધવાની આશંકા છે અને શિયાળામાં તેમાં વધુ ઉછાળો આવી શકે છે.