ગુજરાત માં કોરોના નો કહેર વધતા નરેન્દ્ર મોદીએ કર્યું મોટું કામ, જાણો

7312

ગુજરાતમાં કોરોના નો કહેર વધતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિષ્ણાંતોની ટીમ ગુજરાત તરફ રવાના કરી . મોદી સરકારે મોકલેલી નિષ્ણાંતોની ટીમ બે દિવસ ગુજરાતમાં રહી સંપૂર્ણ કોરોના મુદ્દે માહિતી મેળવશે . ગુજરાતના એપિસેન્ટર સુરત અને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જઇને ત્યાંની સ્થિતિની ટીમ દ્વારા સમીક્ષા કરાશે અને સાવચેતી રાખવા માટે શું પગલાં લેવા તેની ભલામણ કરવામાં આવશે.

સુરત ફિલ્ડ વિઝીટ બાદ અમદાવાદમાં સમીક્ષા કરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાગ્રસ્ત વિસ્તાર માં દિલ્હી થી આવેલી ટીમ મુલાકાત લેશે . છેલ્લે આ ટીમ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે અને આજે રાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક થશે.

નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલ , ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવ , ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા , કેન્દ્રીય આરોગ્ય ટીમના સચિવ શ્રીમતી આરતી આહુજા ની ટીમ ગુરુવારે અમદાવાદ થી સુરત હવાઈ માર્ગે રવાના થઈ હતી.