પેટ્રોલ ના ભાવના ઘટાડા ને લઈને મોટા ખુશી ના સમાચાર,5 રૂપિયા સુધીના ઘટાડાની પુરે પુરી શક્યતા

155

કોરોના મહામારીને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર ભારે ખરાબ અસર પડી છે. જેના કારણે કાચા તેલના ભાવો ખુબ જ વધ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પરંતુ હવે એવી ખુશખબરી સામે આવી છે કે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા છે.

કાચા તેલના ભાવ ઘટવાથી તેની સીધી અસર ભારતમાં જોવા મળશે. હાલ ઘણા બધા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પાર પહોચી ગયા છે. જોકે છેલ્લા 2 સપ્તાહમાં ભાવ વધારો નથી થયો.

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે પરંતુ છેલ્લા થોડાક દિવસની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર છે. મળતી માહિતી મુજબ 18 જુલાઈ થી પેટ્રોલ ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે ફેરફાર થાય છે અને છ વાગ્યા બાદ પેટ્રોલ-ડીઝલના નવો ભાવ લાગુ પડે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન, એસએસસી ડ્યુટી અને અન્ય ખર્ચાઓ ઉમેરીને પેટ્રોલ ડીઝલનો ભાવ બમણો થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!