તહેવારોની સિઝન વચ્ચે ગુજરાતીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ…

212

તહેવારો પર પ્રધાનમંત્રી મોદીની ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી આજ રોજ જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની રાષ્ટ્રીય દરજ્જો આપી દીધો છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે આયુર્વેદ યુનિવર્સિટી નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર અને શિક્ષણને વેગ મળશે. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે.

કોરોના મહામારીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની કામગીરી મહત્વની છે.આજે WHO એ ભારત ને એક મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબલ સેન્ટર ફોર ટેડીશનલ મેડીસિન ભારતમાં બનશે.મુખ્યમંત્રી રૂપાણી પ્રસંગમાં જણાવ્યું કે. ગુજરાતની જનતા માટે આ ખૂબ જ સારા સમાચાર છે.

ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાત ને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં ITRA અને એઈમ્સ આરોગ્ય ક્ષેત્ર માટે બે સક્ષમ સંસ્થાની ગુજરાત ની ભેટ આપી છે.

આ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ વિડિયો ના માધ્યમથી આ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!