ખેડૂતો માટે મોટા આનંદના સમાચાર, અતિવૃષ્ટિ પામેલા ખેડૂતો માટે સરકારે બેંક ખાતામાં મોકલા આટલા રૂપિયા, અત્યારે ચેક કરો તમારું બેન્ક બેલેન્સ

Published on: 10:44 am, Sun, 14 November 21

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયો હતો અને જેને લઇને રાજ્ય સરકારે કૃષિ સહાયની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્યના ચાર જિલ્લાઓના 33 હજાર 820

ખેડૂતોને 69.77 કરોડ 44 હજારની સહાય ચુકવવામાં આવી છે.રાજ્યમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી પાકને નુકશાન થયુ હતું તેવા

જિલ્લાઓને સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને સરકારે જામનગર જૂનાગઢ પોરબંદર રાજકોટ માટે સહાયની જાહેરાત કરી હતી. અહેવાલ મુજબ આ ચાર જિલ્લામાં 33

હજાર થી વધારે ખેડૂતોને સહાય ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 69 કરોડ 77 લાખ 44 હજાર ની સહાય ખેડૂતોને ચૂકવી છે.મહત્વનું છે કે અત્યાર સુધી સહાય માટે કુલ 1.88 લાખ અરજી મળી હતી જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાન વધુ છ

જિલ્લાઓ નો ઉમેરો કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા, ગીર સોમનાથ અને આનંદ જિલ્લા નો સમાવેશ કરાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!