પાટીદાર સમાજના દીકરાઓને અપૂર્વમુની સ્વામીએ આપી મોટી શિખામણ, પાટીદારના દીકરાઓ આ કાર્ય કરતા નહીં નહિતર સરદાર નું માથું શરમથી ઝૂકી જશે

Published on: 10:59 am, Sun, 14 November 21

રાજકોટ જિલ્લાના જસદણ માં પાટીદાર સમાજ ભવનના ભૂમિ પૂજન તેમજ પાટીદાર શહીદ સ્મારક ભવન લોકાર્પણ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયા ધામ ના મણીભાઈ પટેલ અને

હાર્દિક પટેલ અને લાલજી પટેલ અને વરૂણ પટેલ અને અલ્પેશ કથીરિયા જેવા દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના અનેક સંતો અને મહંતો પણ હાજર રહ્યા હતા.

અપૂર્વમુની સ્વામી પોતાના વક્તવ્યો દરમિયાન જણાવ્યું હતું કે, આપણને સૌને ગર્વ થયો કે પ્રમુખસ્વામી મહારાજ પણ પાટીદાર હતા. હાલના બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ પણ

પાટીદાર કુળ માંથી આવી રહ્યા છે.તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે.

આજે પાટીદાર સમાજમાં કેટલાક લોકો દુરાચારી છે, વ્યભાચારી છે. ત્યારે તેમને કહ્યું કે સરદાર વલ્લભભાઈ નું માથું શરમના કારણે ચૂકી ન જાય તે ધ્યાન પાટીદારોએ રાખવાનું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!