મગફળી ને લઈને રાજ્યના ખેડૂતો માટે આવ્યા મોટા આનંદના સમાચાર, આ વસ્તુઓને લઇને ખેડૂતોને મળી મોટી રાહત

Published on: 5:51 pm, Thu, 15 October 20

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં 35 કિલોને બદલે 25 કિલો મગફળી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ રોજ ગુજરાત રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી નો આગામી 21મી ઓક્ટોબરથી શુભારંભ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સવા ચાર લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

મગફળીની ખરીદી દરમિયાન બારદાનનો ખર્ચ, મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે.અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 21 મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.આ ખરીદી વખતે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

બારદાન માં 35 કિલોના બદલે 25 કિલો મગફળી ભરવાનો સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી  વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યોનો ખેડૂત આગેવાન દ્વારા મળે.

રજૂઆતોસંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જયેશ રાદડિયાએ જણાવ્યું કે, મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએક્યું અને નાફેદ દ્વારા કરાશે.મુખ્યમંત્રી રૂપાણી છેલ્લા બે વર્ષમાં સરકારે.

મગફળીની ખરીદી દરમિયાન બારદાન માં 35 કિલો માં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાન 25 કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી ઘટશે.

અને સાથે સાથે બારદાન ખર્ચ, મજૂરી નો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!