ગોપાલ ઇટાલીયાએ SP સમક્ષ ફાંસી ની માંગ કરી, જાણો વિગતે

થોડાક દિવસ પહેલા સુરતના ઓલપાડ વિસ્તારમાં 20 લાખ કરતા વધુ રકમના સરકારી અનાજના કૌભાંડને ઉઘાડું કરવા બદલ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધમાં ઓલપાડ પોલીસમાં ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ઓલપાડ પોલીસે અનાજ માફિયા ચોર ઉપર ફરિયાદ દાખલ કરવાના બદલે અનાજ માફિયાઓની ફરિયાદના આધારે ગોપાલ ઇટાલીયા ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરતા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ સામેં ચાલીને ગોપાલ ઈટાલીયા ધરપકડ કરાવવા અને સરેન્ડર કરવા ગયેલ હતા. ત્યાં તેઓએ PSI તથા SP રૂબરૂમાં સરેન્ડર કરીને જણાવ્યું કે મને ફાંસી આપી દો અથવા તો ગોળી મારી દો પોલખોલ બદલવા ભવિષ્યમાં વારંવાર મારે આવી ભૂલ થશે.

જો કે ત્યાં હાજર અધિકારીશ્રીને તેમજ ઓલપાડ પોલીસ ઈન્સ્પેકટરશ્રીને એફઆઈઆરના અનુસંધાનમાં ગોપાલ ની ધરપકડ કરવાની વારંવાર વિનંતી અને રજુઆત કરવા છતાંય અધિકારીઓએ ગોપાલ ની ધરપકડ કરવાની સ્પષ્ટ ના પાડેલ અને કહ્યું કે, “હાલ તપાસ ચાલુ છે, તમારા વિરૂદ્ધ પુરતા પુરાવા મળે પછી તમારી ધરપકડ કરવામાં આવશે.”

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*