કોરોનાવાયરસ ના વધતા કેસ મામલે ભારત-અમેરિકા બાદ બીજા ક્રમે છે. કોરોના રિકવરી એટલે કે કોરોનાથી સાજા થનાર દર્દીઓ મામલે ભારતે અમેરિકાને પછાડી વિશ્વના ટોચના સ્થાને પહોંચ્યું છે. કોરોનાથી સાજા થનારા માં સૌથી વધુ લોકો ભારતમાં છે.સ્વાસ્થ્ય મંત્રાલય શનિવારે આ માહિતી આપી હતી. અત્યાર સુધી દેશમાં 42,08,431 કોરોના દર્દી સાજા થઈને ઘરે પાછા ફરી ચુક્યા છે.
એટલે કે ભારતમાં કોરોના રિકવરી રેટ હવે વધીને 80 ટકાએ પહોંચી ગયો છે. જો કે મૃત્યુ દર ઘટીને 1.61 પર આવી ગયો છે. શનિવારે દેશમાં એક દિવસમાં કોરોનાવાયરસ ના ચેપના 93,337 નવા કેસ સામે આવ્યા પરંતુ આ સમયગાળામાં તેનાથી વધુ લોકો ચેપ મુક્ત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગત 24 કલાકમાં 95,880 લોકો ચેપ મુક્ત થયા હતા. આ સમયગાળામાં કોરોના વાયરસના ચેપના 93,337 નવા કેસ સામે આવ્યા.
જે સાથે દેશમાં કોરોના ના કુલ આંકડો 53,08,014 પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!