રાજ્યના આ જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવ્યો અનોખો પ્રયાસ, વાહનચાલકોને મફતમાં આપી આ વસ્તુ

Published on: 9:44 pm, Sat, 19 September 20

પાટણ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આજે એક અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. શહેરમાં ફરતાં વાહનચાલકોને પોલીસે મફત વિતરણ કર્યું હતું. દાતાઓના સહયોગથી સો જેટલા વાહનચાલકોને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

દ્રીચકી વાહનચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરવાના હોવા છતાં કાયદાનું પાલન કરતા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પોલીસ હેલ્મેટ પહેરો અને દંડ થી બચો એવું અભિયાન છેડયું છે. પાટણ એસ.પી.અક્ષર આજે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે સમજાવ્યા હતા અને દંડ વસૂલવા ના બદલે લોકોમાં જાગૃતિ ફેલાવી ને હેલ્મેટ આપવાનું કામ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!