કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, બજારમાં કેરીના ભાવમાં થયો ખૂબ જ મોટો ઘટાડો…

Published on: 12:00 pm, Tue, 7 June 22

આ વર્ષે રાજ્યમાં ગયા વર્ષ કરતા કેરીના ભાવ બમણા જોવા મળ્યા છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના આંબાને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું. તેના કારણે આ વર્ષે બજારમાં કેરીના ભાવ બમણાં જોવા મળ્યા હતા.

આ ઉપરાંત બજારમાં કેરીની આવક સામે કેરીની માંગ વધારેથી આ કારણોસર પણ કેરીના ભાવ વધુ હતા. ત્યારે હવે બજારમાં કેરીના ભાવ ની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી વરસાદને લઈને ઘણી બધી મોટી આગાહીઓ થઇ છે. જેના પરિણામે હવે માર્કેટયાર્ડમાં કેરીની આવક મોટા પ્રમાણમાં થાય છે.

કેરીની આવક વધતા જ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોનું કહેવું છે કે હવે ચોમાસું નજીક છે. તેથી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચોમાસુ જેમ જેમ નજીક આવતો જશે. તેમ તેમ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે, આશરે પંદર દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેશે. હાલમાં બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ 460 રૂપિયાથી લઈને 1200 રૂપિયા ચાલી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં આ ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે.

ચોમાસું નજીક આવતાં જ અલગ-અલગ બજારમાં કેરીના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. હજુ પણ આગામી સમયમાં કેરીના ભાવ ખૂબ જ ઘટી જશે. વરસાદનું આગમન થયા બાદ બજારમાંથી કેરી વિદાય લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, બજારમાં કેરીના ભાવમાં થયો ખૂબ જ મોટો ઘટાડો…"

Leave a comment

Your email address will not be published.


*